રાજકોટ મનપા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવાનો નિર્ણય
Live TV
-
રાજકોટ શહેરને ગ્રીન સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું
રાજકોટ શહેરને ગ્રીન સિટી બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા વધુ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ મનપા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે વપરાતી ડીઝલ બસને બંધ કરીને ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત દિલ્હીથી એક બસ હાલ રાજકોટ આવી.. આ ઇલેક્ટ્રિક બસને એક સપ્તાહ સુધી શહેરના બીઆરટીએસ રૂટ તેમજ જુદા-જુદા રાજમાર્ગો પર ફેરવવામાં આવશે... આ મહિનાના અંત સુધીમાં શહેરમાં વધુ 49 બસ મનપા દ્વારા ખરીદાશે... હાલ રાજકોટમાં 90 જેટલી સીટી બસ છે તેમાંથી 10 જેટલી બીઆરટીએસ બસ ડીઝલ આધારીત છે..