ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2018ની સીઝનની દિલ્હીમાં શરૂઆત
Live TV
-
ભારતમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ભારત વિશ્વમાં ત્રીજું સૌથી મોટી સ્માર્ટફોન માર્કેટ છે.
ડિજિટલ ઈન્ડિયાના સપનાને પૂરૂ કરવામાં મોબાઇલ ફોનના માધ્યમથી સૂચના ક્રાંતિનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. તેની સાથે જોડાયેલા મુદ્દા અને પડકારો પર મંથન કરવા માટે ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2018ની બીજી સીઝન ગુરૂવારથી દિલ્હીમાં શરૂ થઈ છે. ભારત દૂરસંચાર અને સેલુલર ઓપરેટર એસોસિએશન વિભાગ દ્વારા આયોજીત ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2018ની બીજી સીઝન દિલ્હીમાં આજથી શરૂ થઈ છે. 27 ઓક્ટોબર સુધી ચાલનારા ટેક્નોલોજીના મહાકુંભમાં 5 જી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને સોફ્ટવેર પર ચર્ચા થઈ રહી છે. ઈન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2018ની થીમ ન્યૂ ડિજિટલ હોરાઇજન્સ, કનેક્ટ, ક્રિએટ અને ઇનોવેટિવ છે. આ તકે કેન્દ્રીય મંત્રી મનોજ સિન્હાએ ટેલિકોમ ક્રાંતિમાં સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખવાનું આહ્વાન કર્યું તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, સૂચના ક્રાંતિની સાથે ડેટાની સુરક્ષાને લઈને સરકાર ગંભીર છે.
આ મોબાઇલ કોંગ્રેસના પ્રથમ દિવસે ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ હસ્તિઓએ ભવિષ્યની ટેકનિક અને હાલના પડકારોને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ટેલિકોમ સેવાઓને ગામડા સુધી પહોંચાડવના સંકલ્પની સાથે ટેકનિકના પ્રયોગ પર પણ ચર્ચા થઈ હતી.