ઈસરો આવતીકાલે INSAT-3DS ઉપગ્રહ અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઈસરો આવતીકાલે સાંજે 5.30 કલાકે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી INSAT-3DS લોન્ચ કરશે. લોન્ચ વ્હીકલ GSLV-F14 આ ઉપગ્રહને અવકાશમાં જીઓસ્ટેશનરી ઓર્બિટમાં મૂકશે. GSLV-F14ની આ 16મી અને સ્વદેશી ક્રાયો સ્ટેજ સાથેની 10મી ઉડાન હશે.
INSAT-3DS સેટેલાઇટ એ જીઓસ્ટેશનરી ઓર્બિટમાંથી ત્રીજી પેઢીના હવામાન શાસ્ત્રીય ઉપગ્રહનું ફોલો-ઓન મિશન છે. ઉપગ્રહ એક વિશિષ્ટ મિશન છે જે ઉન્નત હવામાનશાસ્ત્રીય અવલોકનો, હવામાનની આગાહી અને આપત્તિની ચેતવણી માટે જમીન અને સમુદ્રની સપાટીની દેખરેખ માટે બનાવવામાં આવ્યું છે. INSAT-3DS ઉપગ્રહ વર્તમાનમાં કાર્યરત INSAT-3D અને INSAT-3DR ઇન-ઓર્બિટ ઉપગ્રહો સાથે હવામાન સેવાઓમાં વધારો કરશે.