ઈસરો ફરીથી એક નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં, એક્સપો-સેટ સેટેલાઈટ કરશે લોન્ચ
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ફરીથી એક નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે.
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરો ફરીથી એક નવો ઈતિહાસ રચવાની તૈયારીમાં છે. ઈસરો આજે પ્રથમ એક્સ-રે પોલ-રિ-મીટર સેટેલાઈટ એક્સ-પોસેટ લોન્ચ કરશે. આ મિશનને ઈસરો દ્વારા એક્સપો-સેટ મિશન નામ આપવામાં આવ્યું છે. જેમાં PSLV, PCLV, C-58 સાથે એક્સ-રે પોલ-રિ-મીટર સેટેલાઈટને મોકલવામાં આવશે.
ઈસરોનું કહેવું છે કે, આ મિશનનો ઉદ્દેશ્ય ચરમ પરિસ્થિતિઓમાં ચમકતા ખગોળીય એક્સ-રે ફોટોઝની વિભિન્ન ગતિશીલતાનું અધ્યયન કરવું છે. વિભિન્ન ખગોળીય સ્ત્રોતો જેવા કે બ્લેકહોલ, ન્યૂટ્રોન તારા, પલ્સર પવન, નિહારીકા વગેરેનું ઉત્સર્જન તંત્ર જટીલ ભૌતિક પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તેને સમજવું ખૂબ જ પડકારજનક છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે આ ખગોળીય સ્ત્રોતોથી એક્સ-રે ઉત્સર્જનના અંતરીક્ષ આધારિત ધ્રુવીકરણ માપનું અધ્યયન કરવા માટે અંતરીક્ષ એજન્સીનું પ્રથમ સમર્પિત વૈજ્ઞાનિક સેટેલાઈટ છે.