Skip to main content
Settings Settings for Dark

નવા વર્ષના પ્રથમ દિવસે ISROની સફળ ઉડાન, XPoSat સેટેલાઈટનું કરાયું સફળ લોન્ચિંગ

Live TV

X
  • ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે એક નવો ઈતિહાસ રચ્યો છે.

    ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ નવા વર્ષના પ્રથમ દિવસે એક નવો ઈતિહાસ રચ્યો છે. ઈસરોએ આજે શ્રી હરિકોટા સ્પેસ સેન્ટરથી પ્રથમ એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટ એક્સપોસેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું છે. જેને એક્સપોસેટ મિશન નામ આપવામાં આવ્યું છે. આ મિશનમાં સેટેલાઈટની સાથે 10 અન્ય પેલોડનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. 

    એક્સ-રે પોલરિમીટર સેટેલાઈટને PSLV, C-58 રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે. ઈસરોનું કહેવું છે કે આનો ઉદ્દેશ્ય ચરમ પરિસ્થિતિઓમાં ચમકતા ખગોળીય એક્સ-રે ફોટોઝની વિભિન્ન ગતિશીલતાનું અધ્યયન કરવું છે. આ સેટેલાઈટ વિભિન્ન ખગોળીય સ્ત્રોતો જેવા કે બ્લેકહોલ, ન્યૂટ્રોન તારા, પલ્સર પવન, નિહારીકાનું અધ્યયન કરશે. જેનું ઉત્સર્જન તંત્ર જટીલ ભૌતિક પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે અને તેને સમજવું ખૂબ જ પડકારજનક છે. વધુમાં આ સેટેલાઈટ અવકાશમાં થનાર રેડિએશનનું પણ અધ્યયન કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
apply