વડોદરા: મેડિકલ અને એન્જીનીયરિંગના વિધાર્થીઓ માટે શબ્દકોષની બનાવી ખાસ એપ્લીકેશન
Live TV
-
વડોદરાના કેદાર દેસાઇ અને અમિષા દેસાઇએ મેડીકલ તથા એન્જિનિયરિંગ ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખાસ એપ્લીકેશન બનાવી, મેડિકલ અને એન્જીનીયરિંગના વિધાર્થીઓ માટે ઉપયોગી
વડોદરાના કેદાર દેસાઇ અને અમિષા દેસાઇએ મેડીકલ તથા એન્જિનિયરિંગ ભણતા વિદ્યાર્થીઓ માટે એક ખાસ એપ્લીકેશન બનાવી છે. આ એપ્લીકેશનમાં ગુજરાતી શબ્દકોષ છે જેમાં મેડીકલ તેમજ એન્જિનિયરીંગના વિષયો જેવા કે સિવિલ, કેમેસ્ટ્રી, કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ, ઇલેક્ટ્રિકલ, મેથેમેટિક્સ, એલોપથી, હોમિયોપેથીના વિદ્યાર્થીઓને ભણાવાતા વિવિધ અંગ્રેજી શબ્દોનો સરળ ગુજરાતી અનુવાદ જાણી શકાશે. તબીબી તથા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ઉપરાંત સામાન્ય લોકો પણ આ એપ્લીકેશનનો ઉપયોગ કરી શકશે. કુલ 11 વર્ષની મહેનત બાદ આ એપ્લીકેશન તૈયાર થઇ છે. આ એપ્લીકેશનને કારણે વિદ્યાર્થીઓ તકનીકી વિષયોમાં આવતા અંગ્રેજી શબ્દોનો ગુજરાતી અર્થ સમજીને તેને સરળતાથી યાદ રાખી શકશે. પહેલી જ વાર આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવતા એપ્લીકેશન બનાવનાર બંને લોકોને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા સંસ્થા દ્વારા પ્રમાણ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.