ભારતી એરટેલ ગ્રામ્ય વિસ્તારોમાં 5G નેટવર્ક સાથે તેમની ટેલિકોમ સેવાઓનું કરશે વિસ્તરણ
Live TV
-
ભારતી એરટેલ ગ્રામ્ય વિસ્તારોમાં 5G નેટવર્ક સાથે તેમની ટેલિકોમ સેવાઓનું કરશે વિસ્તરણ
સરકારના ડિજિટલ ઇન્ડિયા અને ઈ ગવર્નન્સ સેવાઓની લોકોમાં ઉપયોગીતા વધે, તે માટે ભારતની અગ્રણી ટેલિકોમ સેવા પ્રદાન કરતી સંસ્થા ભારતી એરટેલ, ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક પ્રમાણમાં 5G નેટવર્ક સાથે ,તેમની ટેલિકોમ સેવાઓનું, વધુમાં વધુ વિસ્તરણ કરશે. ગુજરાતની મુલાકાતે આવેલા ગુજરાત ભારતી એરટેલના CEO સૌમેન્દ્ર સાહુએ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના 1000 ગામોમાં 5G - નેટવર્ક સેવાઓ ઉભી કરી છે અને રાજ્યના 125 તાલુકાઓમાં 4G નેટવર્ક સેવાઓનું વિસ્તરણ કર્યું છે. જેના દ્વારા ગ્રામ કક્ષાએથી નાનો કે મધ્યમ વ્યવસાય કરતા યુવા સ્ટાર્ટ અપને પ્રોત્સાહન મળશે. સાથે સાથે ગ્રામ્ય શિક્ષણ, બેન્કિંગ, અને અન્ય ઈ ગવર્નન્સ સેવાઓનો લોકો સહેલાઈથી ઉપયોગ કરી શકશે.