કોડીનારમાં સોમનાથ એકેડમી દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન
Live TV
-
કોડીનારની 50થી વધુ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ અને ખેડૂતો હાજર રહ્યા
આજના ઝડપી યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સરળતાથી સમજી શકાય , તેવા મૂળ ઊદ્દેશ્યથી , કોડીનારની સોમનાથ એકેડેમી દ્વારા , જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરાયુ હતુ. કોડીનાર ખાતે યોજાયેલા સાયન્સ ફિયેસ્ટા- 2020 માં , ધોરણ 11 અને 12 સાયન્સ , તેમજ કોલેજનાં વિધાર્થીઓએ, જુદા જુદા પ્રોજેક્ટ બનાવી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સાયન્સ ફેસ્ટિવલને નિહાળવા , કોડીનારની 50 થી વધુ સ્કૂલ-કોલેજનાં વિદ્યાર્થીઓ, તેમજ ખેડૂતો પણ હાજર રહ્યા હતા. આ સાયન્સ ફેસ્ટિવલમાં હવાનું દબાણ, ચંદ્રયાન-2, પ્રદુષણ મુક્ત વાતાવરણ, સૌર ઉર્જાનો સદઉપયોગ, વેસ્ટમાંથી બેસ્ટ, ઘરેલુ સબમર્શિબલ પમ્પ, કાર્બન ઉત્સર્જન, સિક્યોરિટી સિસ્ટમ , જેવા 100 થી વધુ પ્રયોગોનું , નિદર્શન કરાયું હતું. સાયન્સ ફેસ્ટિવલમાં સૌથી વધુ અગત્યનો , અને આકર્ષક પ્રોજેક્ટ હતો, , ખેડૂતોના પાકને બચાવવા માટેની ગન નો. રસાયણનો ઉપયોગ કરી , માત્ર અવાજ કરતી ગનથી , જંગલી રોઝ અને ભૂંડને ભગાડવામાં , મોટી મદદ મળે છે. જેથી ખેડૂતોનો લાખો રૂપિયાનો પાક બચાવી શકાય છે. આ પ્રયોગને લઈ , ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.