તાપી જિલ્લામાં કૃષિ ક્ષેત્રે સરળ અને લાભદાયી સંશોધન કરવામાં આવ્યું
Live TV
-
કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેતી પર અનેક સંશોધનો થતાં રહે છે. તાપી જિલ્લામાં આવું જ એક સરળ અને લાભદાયી સંશોધન કરવામાં આવ્યું છે.
કૃષિ પ્રધાન ભારત દેશમાં ખેતી પર અનેક સંશોધનો થતાં રહે છે. તાપી જિલ્લામાં આવું જ એક સરળ અને લાભદાયી સંશોધન કરવામાં આવ્યું છે. પ્લગ ટ્રે દ્વારા શાકભાજી ફૂલ અને ફળના વૃક્ષોના ધરુ સફળ બિયારણ સ્વરૂપે તૈયાર કરવામાં આવે છે. જેનું સફળ ઉત્પાદન કરીને તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો સારી આવક મેળવી રહ્યાં છે. આ સંશોધન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નિવૃત્ત અધિકારી નારણભાઈ ગામિત દ્વારા કરવામાં આવી છે. હાલ તાપીના અનેક ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં આ અંગેની ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને પોતાની જમીનમાં નર્સરી બનાવી વધારાની આવક મેળવી રહ્યાં છે. જે માટે સરકાર ખેડૂત તાલિમથી લઈને સબસીડી સહિતના અનેક લાભો આપી રહી છે.