Skip to main content
Settings Settings for Dark

વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સરળતા માટે કરાયું વર્કશોપનું આયોજન

Live TV

X
  • ભારત સરકાર દ્વારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સરળતા માટે કરાઈ છે ફોલ્ડ સ્કોપ માઇક્રોસ્કોપની રચના

    વિશ્વ આજે સાયન્સ અને ટેક્નોલોજી પર નભી રહ્યું છે ત્યારે માઈક્રો અને નેનો ટેકનોલોજીનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. માઇક્રોસ્કોપની મદદથી અનેક સંશોધન થઈ રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા વિજ્ઞાનના વિદ્યાર્થીઓની સરળતા માટે ફોલ્ડ સ્કોપ માઇક્રોસ્કોપની રચના કરવામાં આવી છે. આ માટે ફોલ્ડ સ્કોપ એસેમ્બલી એન્ડ ઇમેજિંગના ઉપક્રમે મહેસાણા ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉપસ્થિત તજજ્ઞના જણાવ્યા મુજબ લેબોરેટરીમાં વપરાતા માઇક્રોસ્કોપ ખૂબ મોટા વજન વાળા અને મોંઘા હોવાના કારણે દરેક વિદ્યાર્થી પોતાનું માઇક્રોસ્કોપ વસાવી નથી શકતો. ત્યારે માત્ર 70થી 75 રૂપિયાની કિંમતના આ ફોલ્ડ સ્કોપનો પોકેટ માઇક્રોસ્કોપ તરીકે ઉપયોગ કરી શકાય છે. માત્ર 10 ગ્રામ વજનની આ રચનામાં પેપર ઉપરાંત એક લાઈટ અને સ્લાઈડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અન્ય માઇક્રોસ્કોપની સરખામણીએ આ ફોલ્ડ સ્કોપ દોઢ ગણું વધારે સૂક્ષ્મ જોવાની ક્ષમતા ધરાવે છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply