રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સ્ટોરેજ યુનિટ ઘટક માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાયું
Live TV
-
ખેડૂત પોતાનાં દરેક પાકનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ વર્ષ 2018-19 દરમિયાન સ્ટોરેજ યુનિટ ઘટક માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું
ખેડૂત પોતાનાં દરેક પાકનો સંગ્રહ કરી શકે તે માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ વર્ષ 2018-19 દરમિયાન સ્ટોરેજ યુનિટ ઘટક માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે. અગાઉ બાગાયત ખેતી માટે સ્ટોરેજ યુનિટ યોજનાનો લાભ મળતો હતો. આ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનામાં ખેડૂત પોતાના ખેતરમાં સ્ટોરેજ યુનિટ ઘટક બનાવી શકશે. તે માટે સરકાર તરફથી ખેડૂતોને બે લાખ રૂપિયા સબસિડી આપવામાં આવશે. ખેડૂત આ સ્ટોરેજ યુનિટમાં પાકનો સંગ્રહ કરી યોગ્ય બજાર ભાવ મળે ત્યારે પોતાનો પાક વેચી શકશે. જેથી તેમનો નફો વધે.