સાયન્સ ફેરમાં 215 શાળાના વિદ્યાર્થીઓ રજૂ કર્યા 145 પ્રયોગ
Live TV
-
મોડાસાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે સાયસ ફેરનું આયોજન, પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ 5 થી 8ના બાળકોએ રજૂ કર્યા અનોખા પ્રયોગ
બાળકોને અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિલ જ્ઞાન મળી રહે તે હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડાસા તાલુકાના મહાદેવ ગ્રામ બાકરોલ ખાતે આયોજિત વિજ્ઞાન મેળાનું આયોજિત સાયન્સ ફેરમાં 215 જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોએ વિજ્ઞાન મેળામાં જુદા જુદા 145 જેટલા પ્રયોગો રજૂ કરી મુલાકાર્થીઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે જ બાળકોએ વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવી શકાય તેનું પણ ખાસ પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. સાયન્સ ફેરમાં પ્રાથમિક શાળાના ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રોજેક્ટ તેમના સિલેબસના આધારિત જ રજૂ કરાયા હતા, જેનાથી તેમની પરિક્ષામાં પણ મદદરૂપ બની શકે.સાયન્સ ફેરમાં બાળકોને ઉત્સાહિત કરવા સામાજિક કાર્યકર હિમાંશુ વ્યાસ, ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ, શિક્ષણ તજજ્ઞો, ગ્રામજનો હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો