દીવમાં વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોમાં જિલ્લા કક્ષાએ પ્રદર્શન યોજાયું
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શિક્ષા અભિયાન દ્વારા બાળકોને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોમાં વધુ રસ પડે તે હેતુથી ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ પ્રદર્શન યોજવામાં આવ્યું
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શિક્ષા અભિયાન દ્વારા બાળકોને વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ જેવા વિષયોમાં વધુ રસ પડે તે હેતુથી ધોરણ છ થી બારના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં 24 શાળાના વિદ્યાર્થીઓએ કુલ 48 જેટલા જુદા-જુદા વિષયોના પ્રયોગો સાથે પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રદર્શન રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત સર્વ શિક્ષા અભિયાન દ્વારા યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ વિદ્યાર્થી ટીમ આગામી વર્ષે જવાહરલાલ નેહરૂ વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ નામક રાષ્ટ્રીય કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર બાળ વૈજ્ઞાનિકોને રોકડ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે દીવ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર અપૂર્વ શર્મા તેમજ દીવના ઉપપ્રમુખ મનસુખભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.