વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સાયન્સ મોબાઇલ લેબની જેમ સ્પેસ ક્લબ શરૂ કરવામાં આવી
Live TV
-
વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સાયન્સ મોબાઇલ લેબની જેમ સ્પેસ ક્લબ શરૂ કરવામાં આવી. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની સ્પેસ એક્ટીવીટી વિશે પોતાની શાળામાં જ જાણી શકશે.
વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં વિદ્યાર્થીઓ શાળામાં જ પ્રયોગ કરી શકે તેવા હેતુ સાથે સાયન્સ સેન્ટર દ્વારા એક મોબાઇલ સાયન્સ લેબ જોય ઓફ સાયન્સનો અમદાવાદ ખાતેથી સંસ્થાના વડા કાર્તિકેય સારાભાઈ તથા યતીન્દ્ર શર્મા દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં સ્પેસ સાયન્સના શિક્ષણને પ્રોત્સાહન આપતી વિક્રમ સારાભાઈ સાયન્સ કોમ્યુનિટી સેન્ટર દ્વારા વિવિધ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. વિક્રમ સારાભાઈની જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સાયન્સ મોબાઇલ લેબની જેમ સ્પેસ ક્લબ શરૂ કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારની સ્પેસ એક્ટીવીટી વિશે પોતાની શાળામાં જ જાણી શકશે. આ પ્રોગ્રામ શરૂ કરવાનો હેતુ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકની મર્યાદાની બહાર જઈ અવકાશ વિજ્ઞાન વિશે જાણી શકે તેમજ આ બાબતે નાની ઉંમરથી જ સર્જનાત્મક્તા કેળવી શકાય તે માટેનો છે. વિક્રમ સારાભાઈ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર કાર્તિકેય સારાભાઈ ડેકુ - ઇસરોના નિવૃત્ત ડાયરેક્ટર બી. એસ. ભાટીયા દ્વારા અમદાવાદ ખાતે આ સ્પેસ ક્લબ વર્કશોપનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ઉદઘાટનના ભાગરૂપે પ્રથમ દિવસ જ 25 જેટલી શાળાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ 25 જેટલી શાળાઓને અવકાશ વિજ્ઞાનના સાધનો પૂરા પડાશે જેના થકી મોડેલ રોકેટ્રી, વર્કશોપ, આકાશદર્શન, સ્પેસ વીકની ઉજવણી આ ક્લબ દ્વારા કરવામાં આવશે.