પંચમહાલના ખેડૂતો મેળવી રહ્યા ફૂલની ખેતીમાંથી મબલખ આવક
Live TV
-
કનુભાઈએ પાંચ દિવસમાં જ ચાર વીઘા જમીનમાંથી 80 હજાર જેટલા ફૂલોની ઉપજ મેળવી તેમજ ચાર દિવસમાં એક લાખ રૂપિયા જેટલી મબલખ આવક પણ મેળવી
પંચમહાલમાં પરંપરાગત અને ખર્ચાળ ધાન્ય પાક ખેતીને બદલે ફૂલની ખેતીમાંથી મબલખ આવક મેળવી રહ્યા છે. પંચમહાલના કાલોલમાં મુખ્યત્વે મકાઇ કે શાકભાજીની ખેતી થાય છે જોકે તાલુકાના ઉતરેડિયા ગામના ખેડૂત કનુભાઈએ ફૂલની સફળ ખેતી કરીને ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. કનુભાઈએ અજનેરી ગલગોટાનું વાવેતર કરવાનું શરૂ કર્યું છે જેમાં તેઓએ પાંચ દિવસમાં જ ચાર વીઘા જમીનમાંથી 80 હજાર જેટલા ફૂલોની ઉપજ મેળવી તેમજ ચાર દિવસમાં એક લાખ રૂપિયા જેટલી મબલખ આવક પણ મએળવી. હાલમાં તહેવારોના સમયમાં ફૂલની માંગ વધુ રહે છે ત્યારે દૂરંદેશી વાપરીને કનુભાઈએ કરેલી ફુલની ખેતીના મીઠા ફળ તેમને ચાખવા મળી રહ્યા છે. ત્યારે કનુભાઇની સફળતાને જોતા અન્ય ખેડૂતો પણ ફૂલની ખેતી તરફ વળ્યા છે.