પાટણમાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યૂઝિયમનું આજે ખાત મૂર્હુત કરાયું
Live TV
-
પાટણ સહિત રાજ્યમાં પાંચ શહેરો જેવા કે રાજકોટ, ભુજ, વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ સ્થાપવામાં આવશે.
રાજ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન પ્રચાર અને પ્રસાર માટે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ મારફતે પાટણ સહિત રાજ્યમાં પાંચ શહેરો જેવા કે રાજકોટ, ભુજ, વડોદરામાં પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ સ્થાપવામાં આવશે.
પ્રાદેશિક વિજ્ઞાન મ્યુઝિયમ પાટણ તાલુકાના સમાંલપાતી ખાતે ૧૦ એકર જમીનમાં ૭૨.૮૧ કરોડના ખર્ચે ૧૮ મહિનામાં આકાર લેશે. જેનું આજે રાજ્યના કેબીનેટ પ્રધાન દિલીપકુમાર ઠાકોર અને રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ખાત મૂર્હુત કરવામાં આવ્યું છે.
પાટણ શહેર પોતાના સાંસ્કૃતિક વારસા જેવા કે, રાણીની વાવ અને સહસ્ત્રલિંગ તળાવ માટે વિશ્વભરમાં જાણીતું બન્યું છે, એવામાં આ વિજ્ઞાન કેન્દ્ર તેની યશ કલગીનું નવું છોગું બની રહેશે. અહીંના જ્ઞાન પિપાસુ વિજ્ઞાન પ્રેમીઓ અને ગુજરાત ભરના લોકો અહી આવી પ્રેક્ટીકલ સ્વરૂપે વિજ્ઞાનની સમજ કેળવશે તેમ મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.
આ વિજ્ઞાન મ્યુઝિયમમાં લેન્ડ ઓફ ડાયનોસોર ગેલેરી ઉપરાંત હ્યુમન સાયન્સ, ખેતી ક્ષેત્રની ઉભરતી ટેકનોલોજી હાઈ દ્રોપોનીક્સ ટેકનીક, નોબેલ પ્રાઈઝ જેવી ગેલેરીઓ ઉમેરાશે.