શાંઘાઈમાં શરૂ થઈ મિનિ ડ્રાઇવરલેસ બસ, કંઇક આવું છે બસમાં
Live TV
-
ચીન ટૅકનોલોજીમાં હંમેશા આગળ હોય છે અને કંઇક નવું જ કરવાની દિશામાં પોતાના પ્રયાસો હાથ ધરે છે. આ વખતે પણ ચીનએ કંઇક નવી ટૅકનોલોજીની શોધ કરી મુસાફરોની હાલાકીમાં ઘટાડો કર્યો છે.
ચીનના શાંઘાઈ જિઓ ટોંગ યુનિવર્સિટી અને ખાનગી કંપનીના સંયુક્ત ભાગીદારીથી એક એવી મિનિ બસ બનાવી છે કે, જેમાં નથી કોઇ ડ્રાઇવર. એટલું જ નહીં બસમાં સ્ટિરિંગ, બ્રેક પેંડલ કે પછી એક્સલરેટર પણ નથી. બસ સંપૂર્ણપણે કૉમ્પ્યુટરથી સંચાલિત છે. બસમાં માત્ર એક ડિસ્પ્લે છે, જેનાથી બસ સંચાલિત થાય છે.
શું છે બસની ખાસિયત ?
સંપૂર્ણ કૉમ્પ્યુટર રાઇઝ્ડ છે મિનિ બસ
બસને સંચાલિચ કરવા માટે માત્ર એક ડિસ્પ્લે
QR કૉડ સ્કેન કરવાથી ગણતરીની મિનિટમાં પહોંચે છે બસ
8 મુસાફરો એકસાથે ટ્રાવેલ કરવાની ક્ષમતા
15 કિ.મી પ્રતિ કલાકની સ્પીડ
બસ CCTV કૅમેરાથી સજ્જ
ઍક્સિડેન્ટ ન થાય તે પ્રકારની ખાસ ટૅક્નોલોજીસામાન્ય રીતે કોઇપણ ટૅકનોલોજી ધરાવતી બસને અકસ્માત થવાનો ભય સતાવતો હોય છે. જોકે આ બસમાં એવા પ્રકારની ટૅક્નોલોજીનો ઉપયોગ થયો છે કે, જો કોઇ રાહદારી અચાનક બસની સામે આવી જાય તો પણ બસ સ્ટોપ થઈ જાય છે. એટલે કે, બસને અકસ્માત થવાનો ચાન્સ ખૂબ જ ઓછો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અંકિત ચૌહાણ, સોશિયલ મીડિયા ડેસ્ક