NASAએ મંગળના આંતરિક અભ્યાસ માટે 'ઈનસાઈટ' સ્પેસફ્રાફ્ટ લૉન્ચ કર્યું
Live TV
-
જો નાસાનું આ મિશન સફળ રહેશે તો લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ ગ્રહના ઘણા રહસ્યો વિશે જાણી શકાશે.
અમેરિકન સ્પેસ એજન્સી NASAએ આજે મંગળના આંતરિક અભ્યાસ માટે માર્સ લેન્ડર સ્પેસક્રાફ્ટ 'ઈનસાઈટ' ને લૉન્ચ કરી દીધું છે. આ માર્સ મીશનની ખાસિયત એ છે કે, આ મીશન પર એક રોબોટીક ભુ-વૈજ્ઞાનિક મોકલવામાં આવ્યું છે. આ રોબોટિક આર્મ મંગળ ગ્રહની સપાટી પર ખોદકામ અને મંગળ ગ્રહના તાપમાન અંગેની માહિતી એકઠી કરશે. જો નાસાનું આ મિશન સફળ રહેશે તો લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળ ગ્રહના ઘણા રહસ્યો વિશે જાણી શકાશે. મંગળ ગ્રહ પર ભૂકંપ આવ્યા હોય તેવું અનેક વાર જાણવા મળ્યું છે. આ ઈનસાઈટ માર્સ લેન્ડરથી તેના વિશે પણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે આ એટલસ-5 આગામી 26 નવેમ્બરે મંગળ પર ઉતરશે અને ગ્રહ પર બે વર્ષ જેટલો સમય વિતાવશે.