ફેસબુક પર સૌથી વધુ લોકપ્રિય મુખ્યમંત્રીઓમાં ગુજરાતના CM વિજયભાઈ રૂપાણીને મળ્યુ સ્થાન
Live TV
-
પ્રથમ ક્રમે યુ.પી.ના યોગી આદિત્યનાથ, બીજા ક્રમે રાજસ્થાનના વસુંધરા રાજે તથા ત્રીજા ક્રમે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના વતની તરીકે તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇએ પણ ગુજરાતને કેન્દ્રમાં મોટા ગજાના નેતાઓ આપનાર પ્રાંત તરીકે પ્રસિદ્ધિ અપાવી છે. તેમાં હવે શિરમોર સમાન એક મોરપિચ્છ ઉમેરાયું છે. જે મુજબ ગુજરાતના ચિફ મિનીસ્ટર વિજયભાઇ રૂપાણીએ ફેસબુક પર ભારતના શ્રેષ્ઠ ચિફ મિનીસ્ટરોમાં અકિલા ત્રીજા ક્રમનું સ્થાન હાંસલ કર્યું છે. ઓલ ઇન્ડિયા ફેસબુક ડેટા સર્વે મુજબ ૧ જાન્યુઆરી ૨૦૧૭થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૭ના વર્ષ દરમિયાન ફેસબુક ઉપર વાંચકોના ભાવો તથા પ્રતિભાવો સહિત તમામ બાબતોને ધ્યાને લેતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રથમ, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રીમતિ વસુંધરા રાજેએ દ્વિતીય તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ત્રીજુ સ્થાન મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઉલ્લેખનીય છે કે ફેસબુક પેઇજ ઉપર દર્શકોની પ્રશંસા ઉપરાંત ટીકા ટિપ્પણોનો પણ સમાવેશ થઇ જતો હોય છે. આ બધા વચ્ચે પ્રથમ ત્રણમાં સ્થાન મેળવનાર વિજયભાઇ માટે સમગ્ર ગુજરાતની પ્રજા ગૌરવ અનુભવે છે.