બ્રેઇલ લિપિમાં પ્રકાશન થાય તેવા પ્રિન્ટર ઉપલબ્ધ, પ્રજ્ઞાચક્ષુઓ માટે અભ્યાસ આસન
Live TV
-
પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે હવે આશિર્વાદરૂપ કોમ્પ્યુટર આધારિત સંશોધનો સામે આવી રહ્યાં છે. બ્રેઇલ ભાષામાં પાઠય પુસ્તકો તૈયાર કરવાનું કામ પણ ઘણું સહેલું બની રહે છે. જે ભાષામાં બોલવામાં આવે તે જ ભાષામાં બ્રેઇલ લિપિમાં વિગતોનું પ્રકાશન થઇ શકે તેવા સોફટવેર આધારીત પ્રિન્ટર ઉપલબ્ધ થતાં પ્રજ્ઞાચક્ષુ માટે અભ્યાસ આસન બન્યો છે. સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટે પહેલી જ વાર કોમ્પ્યુટરમાં આ પ્રકારના સોફટવેર ફીટ થઇ ચુક્યા છે. જુદા જુદા વર્ઝન પછી ૨૦૨૦નું વર્ઝન બ્રેઇલ પ્રિન્ટર આવી જતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી પણ ખુશ છે. અંધજન મંડળના સંચાલકોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બોર્ડની પરીક્ષા આવી રહી હોવાના સંજોગોમાં આ સોફટવેર વિદ્યાર્થીઓ માટે ખુબ ઉપયોગી રહેશે.