મહેસાણા:એસ.વી.શાહ વિદ્યાલયને સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સપાયર એવોર્ડનું સન્માન
Live TV
-
મહેસાણા જિલ્લાની એસ.વી . શાહ વિદ્યાલયને ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સપાયર એવોર્ડનું સન્માન પ્રાપ્ત થયું છે. આ સન્માન દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના પ્રયોગ માટે આપવામાં આવ્યું છે. શાળાના શિક્ષકો દ્વારા અથાગ મહેનત કરીને દરિયાના ખારા પાણી ને મીઠું બનાવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો હતો. શાળાના આચાર્ય ડો.પરેશ પટેલે જણાવ્યું હતું કે શાળા દ્વારા આર્ટિ ફિશિયલ ટ્રી અને વિન્ડ ટનલ દ્વારા હવાનું શુદ્ધિકરણ જેવા પ્રોજેક્ટે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે.