માનવસંચાલિત અનોખુ યંત્ર, મોબાઈલ,લેપટોપ કરી શકાય છે ચાર્જ
Live TV
-
જુની સાયકલમાંથી બનાવ્યુ ઉપકરણ
સોશિયલ મિડિયામાં આણંદના વિદ્યાર્થીએ તૈયાર કરેલા એક યંત્રનો વિડિયો ખૂબ ચર્ચામાં છે..વિદ્યાનગર માં પીએચડી કરતા વિદ્યાર્થી એ વેસ્ટ માં થી બેસ્ટ થકી બનાવ્યું છે એક એવું ઉપકરણ કે જે માનવ શક્તિ નું યાંત્રિક શક્તિમાં રૂપાંતર,,અને પેદા થાય છે વીજળી..હાલ સૌર અને પવન ઉર્જા નું મહત્વ વધ્યું છે સરકાર દ્વારા પણ સૌર અને પવન ઉર્જા ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે ત્યારે હર્ષવર્ધન ઝા નામના વિદ્યાર્થીએ જૂની સાયકલ નો સદઉપીયોગ કરી એક એવું ઉપકરણ વિકસાવ્યું છે જે ઉપકરણ જ્યાં માનવશક્તિ વડે વીજળી ઉત્પન્ન કરે છે.....જોકે તેની પાછળ 60 હજાર જેટલો ખર્ચ થયો હોવાનો વિદ્યાર્થીએ દાવો કર્યો છે...જ્યારે લાઈટ જતી રહે તેવી સ્થિતિમાં આ રીતે ઉત્પન્ન થતી વીજળીથી તમે મોબાઈલ, લેપટોપ, બલ્બ જેવા ઈલેક્ટ્રીક ગેજેટ ચાલુ રાખી શકો છે..