શ્રીહરિકોટા ખાતેના સ્પેસ સેન્ટરથી જીસેટ 29 ઉપગ્રહનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું
Live TV
-
શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીસેટ 29 ઉપગ્રહનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરવામા આવ્યું. જે ઈસરોનું આ વર્ષનું પાંચમું સફળ પ્રક્ષેપણ
આજે સાંજે પાંચને આઠ મીનીટે શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીસેટ 29 ઉપગ્રહનું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કરવામા આવ્યું. જે ઈસરોનું આ વર્ષનું પાંચમું સફળ પ્રક્ષેપણ છે. ઈસરોના ચેરમેન કે સિવાનના જણાવ્યા પ્રમાણે GSLV એમ 3 ઉપગ્રહનું વજન 3423 કિલો છે. આ ઉપગ્રહના સફળ પ્રત્યેક્ષ બાદ જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ ભારતના અંતરિયાળ વિસ્તારોમાં ઈન્ટનેટની સુવિધા સુગમ કરવામાં મદદ મળશે. આ ઉપગ્રહમાં એક ખાસ પ્રકારનો કેમેરો લગાવામાં આવ્યો છે. જેનું નામ જિયો આઈ આપવામાં આવ્યું છે. જેનાથી હિંદ મહાસાગરમાં દુશ્મન દેશોના જહાજો પર નજર રાખી શકાશે.