રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓએ તૈયાર કર્યું મોડીફાઈડ ઓર્ગન બાથ મશીન
Live TV
-
પંચમહાલના ગોધરાની રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓ દ્વારા બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે વપરાતા ઓર્ગન બાથ મશીનને ડિજિટલી સોફ્ટવેર મોડીફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે.
પંચમહાલના ગોધરાની રામપુરા ફાર્મસી કોલેજના વિધાર્થીઓ દ્વારા બે વર્ષની મહેનત બાદ ડ્રગ પરીક્ષણ માટે વપરાતા ઓર્ગન બાથ મશીનને ડિજિટલી સોફ્ટવેર મોડીફાઈડ કરીને અલગ પ્રકારનું મશીન બનાવવામાં આવ્યું છે. જેની મદદથી પ્રિ-ક્લિનિકલ ટેસ્ટમાં ચોક્કસ અને ઝડપી પરિણામ મેળવી શકાશે. સાથે સાથે પ્રાણીઓના ટીશ્યુનો પણ બગાડ અટકશે. અંદાજે એક લાખ રૂપિયામાં તૈયાર થયેલું મશીન હાલ પેટન્ટ માટે રજૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ પ્રિ-ક્લિનિકલ ટેસ્ટ જૂની પદ્ધતિ મુજબ સામાન્ય ઓર્ગન બાથ નામના મશીન દ્વારા કરવામાં આવતો હતો. જેમાં ટીશ્યું નાશ પામતા હતા. જેને કારણે પરીક્ષણમાં ચોક્કસ પરિણામ મેળવી શકાતુ ન હતુ. હાલ બે વર્ષની મહેનતના અંતે ફાર્મસીના વિદ્યાર્થીઓને મોડીફાઈડ ઓર્ગન બાથ બનાવવામાં અંદાજે ૫૦ હજારથી લાખ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. પરંતુ જો આ મશીન મોટાપાયે બનાવવામાં આવેતો આ મશીન લગભગ ૫ હજારથી ૧૦ હજાર રૂપિયામાં તૈયાર થઈ શકે છે.