સ્પેસએક્સનું માનવરહિત અંતરિક્ષ યાન 'ડ્રેગન કેપ્સૂલ' લૉન્ચ
Live TV
-
અમેરિકી કંપની સ્પેસ એક્સનું નવું ક્રૂ ડ્રેગન અંતરિક્ષ યાત્રી કેપ્સૂલ ફાલ્કન 9 રોકેટ દ્વારા ફ્લોરિડાથી લૉન્ચ કરવામાં આવ્યું. આ રોકેટમાં રિપ્લે નામનો ડમી વ્યક્તિ પણ બેસાડવામાં આવ્યો હતો.
આ પ્રક્ષેપણ પહેલા માનવયુક્ત પ્રાયોગિક યાન માટે અભ્યાસના ભાગરૂપે કરવામાં આવ્યું છે. આ વર્ષના અંતે નાસાના બે અંતરિક્ષ યાત્રીઓની સાથે સ્પેસએક્સના યાનના અંતરિક્ષમાં જવાની શક્યતા છે.
રોકેટ કેપ કેનાવરલમાં કેનેડી અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરાયું હતું. જેના 11 મિનિટ બાદ સ્પેસએક્સ મિશન કંટ્રોલરે ડ્રેગનના રોકેટથી સફળતાપૂર્વક અલગ થવાની પુષ્ટિ કરી હતી. કેપ્સૂલે એક જ દિવસમાં મીલોનું અંતર કાપી નાખ્યું હતું.