Skip to main content
Settings Settings for Dark

Artemis II ની ઝલક: Orion સ્પેસક્રાફ્ટના 32 કેમેરાએ પૃથ્વી અને ચંદ્રની અદભૂત તસવીરો કેદ કરી

Live TV

X
  • નાસાના Artemis II મિશન દરમિયાન ઓરિયન સ્પેસક્રાફ્ટમાં લાગેલા 32 અત્યાધુનિક કેમેરા દ્વારા પૃથ્વી અને ચંદ્રની અદભૂત તસવીરો કેદ કરવામાં આવી છે. મિશનના ચાર અવકાશયાત્રીઓએ પ્રથમવાર સ્પેસ ફ્લાઈટ માટે મંજૂર થયેલા સ્માર્ટફોન અને હાઈ-ટેક DSLR કેમેરાની મદદથી ચંદ્રના એવા ભાગોના ફોટા લીધા છે જે અત્યાર સુધી અદ્રશ્ય હતા. આ તસવીરોમાં પૃથ્વી પર દેખાતી દુર્લભ 'ઓરોરા લાઈટ' અને 1968ના ઐતિહાસિક 'અર્થરાઈઝ' નજારાની આધુનિક ઝલક જોવા મળી રહી છે.

    અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ આર્ટેમિસ II મિશન દરમિયાન લેવામાં આવેલી પૃથ્વી અને ચંદ્રની આશ્ચર્યજનક તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કરી છે. આ તસવીરો પોસ્ટ કરતા નાસાએ લખ્યું, "હેલો, ચંદ્ર. અહીં આવીને ખૂબ આનંદ થયો." આર્ટેમિસ II ના અવકાશયાત્રીઓ ચંદ્રની પ્રદક્ષિણા કરતી વખતે તેના એવા ભાગો જોઈ શક્યા જે માનવીય આંખોએ પહેલા ક્યારેય જોયા ન હતા. તેમણે આ અનોખા નજારાઓને તસવીરો અને શબ્દોમાં કેદ કર્યા છે, જે અમે તમને બતાવી રહ્યા છીએ.

    આર્ટેમિસ II મિશન દરમિયાન અવકાશયાત્રીઓ રીડ વાઈઝમેન, વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને જેરેમી હેન્સને પૃથ્વી અને ચંદ્રના અનેક યાદગાર નજારા કેમેરામાં કંડાર્યા છે અને સતત શેર કરી રહ્યા છે. જેમાં પ્રથમવાર સ્માર્ટફોનથી લેવામાં આવેલી અવકાશની તસવીરો પણ સામેલ છે. ઓરિયન (Orion) સ્પેસક્રાફ્ટમાં કુલ 32 કેમેરા અને ફોટો-વીડિયો લેવા માટેના ઉપકરણો લાગેલા છે. તેમાંથી 15 કેમેરા સ્પેસક્રાફ્ટ પર જ જડેલા છે, જે લોન્ચિંગ, સોલર એરે ડિપ્લોયમેન્ટ અને ચંદ્રની આસપાસની યાત્રાની મહત્વની પળોને રેકોર્ડ કરી રહ્યા છે. બાકીના 17 હેન્ડહેલ્ડ ડિવાઈસ ચારેય એસ્ટ્રોનોટ્સ પાસે છે, જેમાં નિકોન D5 DSLR, નિકોન Z9 મિરરલેસ કેમેરા, ગોપ્રો અને સ્માર્ટફોનનો સમાવેશ થાય છે. આ તમામ ઉપકરણો એન્જિનિયરિંગ, નેવિગેશન અને ચંદ્ર સાથે જોડાયેલા વિજ્ઞાનમાં મદદ કરી રહ્યા છે.

    નાસાના જણાવ્યા અનુસાર, ઓરિયન સ્પેસક્રાફ્ટ પર લાગેલા બહારના કેમેરા સોલર એરેથી લઈને કેબિનના અંદરના દ્રશ્યો સુધીના દરેક ખૂણાને કેદ કરી રહ્યા છે. એક ખાસ ઓપ્ટિકલ નેવિગેશન કેમેરા પૃથ્વી અને ચંદ્રની તસવીરો લઈને સ્પેસક્રાફ્ટને અંતરિક્ષમાં પોતાની સ્થિતિ નક્કી કરવામાં મદદ કરી રહ્યો છે. ચાર સભ્યોની આ ટુકડીએ આધુનિક કેમેરાની મદદથી પૃથ્વીની એવી તસવીરો લીધી છે, જેમાં ઉત્તર અને દક્ષિણ બંને તરફની 'ઓરોરા લાઈટ' (Aurora Light) એકસાથે જોવા મળી રહી છે. કેટલીક તસવીરો સ્માર્ટફોનથી લેવામાં આવી છે, જે અંતરિક્ષ ઉડાન માટે પ્રથમ વખત મંજૂર કરવામાં આવી છે.

    નોંધનીય છે કે, આર્ટેમિસ II ની કેટલીક શરૂઆતી તસવીરો 1968 માં એપોલો 8 મિશન દરમિયાન બિલ એન્ડર્સ દ્વારા લેવામાં આવેલી પ્રખ્યાત 'અર્થરાઈઝ' (પૃથ્વી ઉદય) ની તસવીરની યાદ અપાવે છે. તે સમયે હેસલબ્લેડ ફિલ્મ કેમેરા અને 250 mm લેન્સનો ઉપયોગ થયો હતો. આજે આર્ટેમિસ II ના અવકાશયાત્રીઓ પાસે 80-400 mm ટેલિફોટો લેન્સ અને શ્રેષ્ઠ ડિજિટલ કેમેરા ઉપલબ્ધ છે, જેનાથી હાઈ ક્વોલિટી તસવીરો લેવી સરળ બની છે. તેમ છતાં, ઉડાનની ગતિ અને સમયને કારણે પૃથ્વી ઉદય જેવી જ તસવીર ફરીથી કેદ કરવી એક પડકાર રહ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
apply