Skip to main content
Settings Settings for Dark

અનુરાગ ઠાકુરે વર્લ્ડ 2021 અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ભારતીય મેડલ વિજેતાઓ સાથે યોજી બેઠક

Live TV

X
  • અનુરાગ ઠાકુરે વર્લ્ડ 2021 અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ભારતીય મેડલ વિજેતાઓ સાથે બેઠક  યોજી. અમારા માટે ઉત્સવની આ મહાન ક્ષણ છે, તમારામાં અમને આશાનું કિરણ દેખાય છે એવું બેઠકમાં વિજેતા ખેલાડીઓને ઉદ્દેશીને મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું. આ સાથે વધુમાં તેમણે  કહ્યું કે ભૂતપૂર્વ રમતવીરોએ યુવાન એથ્લેટ્સને કોચિંગ આપવા માટે આગળ આવવું જોઇએ અને તેમને પ્રોત્સાહિત કરવા જોઇએ. મેન્સ 10000 મીટર રેસ વોકમાં અમિત ખત્રીએ શ્વસનની સમસ્યા હોવા છતાં તેનો સામનો કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. લોંગ જમ્પમાં કુ. શૈલી સિંઘે સિલ્વર મેડલ જીત્યો હતો.

    નવી દિલ્હી ખાતે આજે વર્લ્ડ યૂથ ચેમ્પિયનશિપના એથ્લેટ્સ સાથેના વાર્તાલાપમાં રમત મંત્રી અનુરાગ ઠાકુરે તમામ મેડલ વિજેતાને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે ભારતના અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયન્સે દેશને ગૌરવ પ્રદાન કર્યું છે. “આપણા તમામ માટે ઉત્સવ મનાવવાની આ મહાન ક્ષણ છે.” તેમ મંત્રીએ જણાવ્યું હતું. અનુરાગ ઠાકુરે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ યુવાન રમતવીરો ભવિષ્યમાં એશિયન ગેમ્સ, કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સમાં પણ શાનદાર દેખાવ કરશે. "તમારામાં અમને આશાનું કિરણ દેખાય છે." તેમ રમત મંત્રીએ ઉમેર્યું હતું.

    કેન્યાના નૈરોબીના મોઈ ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે 18 થી 22મી ઓગસ્ટ 2021 દરમિયાન યોજાયેલી અને વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ તરીકે પણ ઓળખાતી ચેમ્પિયનશિપમાં ભારતે બે સિલ્વર મેડલ સહિત કુલ ત્રણ મેડલ જીત્યા હતા. લોંગ જમ્પના કોચ રોબર્ટ બોબી જ્યોર્જ, અંજુ બોબી જ્યોર્જ તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ઇન્ડિયાના ડાયરેક્ટર જનરલ કમાલ અલી ખાન પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રમત મંત્રીએ કોરોનાની મહામારીને કારણે ઉદ્દભવેલી કપરી પરિસ્થિતિમાં પણ શાનદાર દેખાવ કરવા બદલ એથ્લેટ્સ. ફેડરેશન તથા વિવિધ કોચના પ્રયાસને બિરદાવ્યો હતો. "કોવિડ-19ની સમસ્યા છતાં તમારું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. આ કોઈ આસાન બાબત ન હતી અને આ કોઈ સામાન્ય પરિસ્થિતિ ન હતી તેવું તેમણે  કહ્યું હતું. તેમણે રમતવીરોને ઊંચા વિચાર કરવા, ભવિષ્ય માટે આયોજન કરવા અને આગામી સ્તરની સ્તરની સ્પર્ધા માટેની તૈયારી કરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.

    આ પ્રંસગે અનુરાગ ઠાકુરે ભૂતપૂર્વ કોચ અને પ્રશિક્ષકોને નવા ખેલાડીઓને તાલીમ અને પ્રશિક્ષણ આપવા પણ અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply