ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતની ટીમ 78 રને ઓલઆઉટ, ઈંગ્લેન્ડ 42 રનથી આગળ
Live TV
-
પહેલા બેટિંગ કરવાના નિર્ણય પછી ભારતની ટીમ 78 રને સમેટાઈ ગઈ હતી, જેમાં રોહિત અને રહાણે બે આંકડામાં રન બનાવી શક્યા હતા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ લીડ્સના હેડિંગ્લે ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. જેમાં ભારતે ટૉસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ નિર્ણય જોખમી સાબિત થયો હતો. અને ભારતની ટીમ 78 રન બનાવીને જ ઓલઆઉટ થઈ ગઈ હતી. તો ઇંગ્લેન્ડે 120 રન કોઈપણ નુકસાન વગર બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 19 અને રહાણેએ 18 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ તરફથી રોરી બન્સ અને હસિબ હામીદ બેટીંગમાં છે. ઈંગ્લેન્ડની ટીમ હાલમાં 42 રનથી આગળ ચાલી રહી છે.
