Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી: ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં યોજાયેલી પ્રથમ ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું સમાપન થયું છે.આ ટુર્નામેન્ટમાં અંડર ઇલેવન, અંડર થર્ટીન અને અંડર ફીફ્ટીન કેટેગરીમાં કુલ છ ખેલાડીઓ વિજેતા થયા છે બોયઝ કેટેગરી અંડર ઇલેવનમાં પ્રથમ ક્રમાંકે સુરતના વિવાન દવે અંડર થર્ટીનમાં ભાવનગરના સુજલ કુકડિયા તેમજ અંડર ફીફ્ટીનમાં સુરતના આયુષ તન્નાએ બાજી મારી છે જ્યારે ગર્લ્સમાં અંડર ઇલેવન કેટેગરીમાં ક્રિશા પટેલ અંડર થર્ટીનમાં અમદાવાદની પ્રથા પવાર જ્યારે અંડર ફીફ્ટીનમાં અમદાવાદની નીધિ પ્રજાપતીએ જીત મેળવી છે અરવલ્લી જિલ્લાના અંડર ફીફ્ટીન કેટેગરની ખેલાડી જન્મેજય પટેલે બીજો ક્રમ હાંસિલ કર્યો હતો વિજેતા થયેલા તમામ ખેલાડીઓને મોડાસાના જે.બી.શાહ DLSS ટેબલ ટેનિસ હોલ ખાતે ટ્રોફી અને પ્રમાણ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાત જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી વિજેતા ખેલાડીઓને પ્રમાણ પત્રો એનાયત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply