Skip to main content
Settings Settings for Dark

વિરાટ કોહલીએ T-20 પછી RCB ના કેપ્ટનશીપના અંતની કરી જાહેરાત 

Live TV

X
  • વિરાટ કોહલીએ ભારતીય T-20 ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કર્યાંના ગણતરીના દિવસ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની કેપ્ટનશીપ છોડવાની પણ જાહેરાત કરી છે. IPL 2021 પછી તેઓ હવે RCB ના કેપ્ટન રહેશે નહીં. વિરાટ કોહલીએ 17 સપ્ટેમ્બરે જ T-20 વર્લ્ડ કપ બાદ ભારતીય T-20 ટીમની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. RCB તરફથી રવિવારે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બે દિવસમાં તેમણે બે મોટા નિર્ણયો લીધા અને બે જવાબદારીઓ છોડી દીધી.

    32 વર્ષીય કોહલીએ તમામ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપમાં સામેલ કામના ભારણને જોતા T-20 ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય T-20 ટીમની કેપ્ટનશીપ છોડ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે, તે ટૂંક સમયમાં જ RCB ની કેપ્ટનશીપમાંથી છૂટશે. જો કે, એવી અપેક્ષા નહોતી કે તેઓ ટુર્નામેન્ટ ફરી શરૂ થતાં પહેલા જ દિવસે આવી જાહેરાત કરશે. IPL ના સૌથી સફળ ખેલાડીઓમાંના એક કોહલી છે. જો કે કેપ્ટનશીપ છોડ્યા બાદ પણ તેઓ RCB ની ટીમનો ભાગ રહશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply