Skip to main content
Settings Settings for Dark

ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની એકદિવસીય શ્રેણીની પ્રથમ મેચ આજે મેકકેય ખાતે રમાઇ

Live TV

X
  • ભારત અને ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ વચ્ચે ત્રણ મેચની એકદિવસીય શ્રેણીની પ્રથમ મેચ આજે મેકકેય ખાતે રમાઇ હતી. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાની 9 વિકેટથી જીત થઇ હતી.ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતી પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 225 રન કર્યા હતા. ભારત તરફથી કપ્તાન મિથાલી રાજે સર્વાધિક 63 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ડાર્સી બ્રાઉનએ 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટ ગુમાવી 41 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીઘો હતો. 

    ઓસ્ટ્રેલિયા તરફથી હેન્સ દ્વારા અણનમ 93 અને કપ્તાન લેનિંગ દ્વારા અણનમ 53 રન કરવામાં આવ્યા હતા. હિલી 77 રન કરી આઉટ થઇ હતી. ભારત તરફથી પૂનમ યાદવે એક વિકેટ ઝડપી હતી. ડાર્સી બ્રાઉનને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. શ્રેણીની બીજી મેચ શુક્રવારે 24 સપ્ટેમ્બરે રમાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply