આંત્રરરાષ્ટ્રીય હોકી ફેડરેશને આગામી વર્ષની પેરિસ ઓલિમ્પિક હોકી ટુર્નામેન્ટ માટે લાયકાતના માપદંડ જાહેર કર્યા
Live TV
-
ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન - FIH એ આવતા વર્ષની પેરિસ ઓલિમ્પિક હોકી ટુર્નામેન્ટ માટે લાયકાતના માપદંડ જાહેર કર્યા છે. આ માપદંડો સ્ત્રી અને પુરૂષ બંને શ્રેણીઓ માટે જાહેર કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ અને FIH એક્ઝિક્યુટિવ બોર્ડની મંજૂરી બાદ FIHએ આ જાહેરાત કરી છે. ઓલિમ્પિક હોકી સ્પર્ધામાં પુરૂષ અને મહિલા વર્ગમાં દરેક 12 ટીમો હશે અને તેમાં 16 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવશે.
પ્રક્રિયા મુજબ, યજમાન દેશ ફ્રાંસને બંને શ્રેણીમાં સીધી એન્ટ્રી મળશે.
