ભારત અને ઓસ્ટ્રિલિયા વચ્ચે આજે બોર્ડર-ગવાસ્કર ટ્રોફી અંતર્ગત પહેલી ટેસ્ટ મેચ નાગપુરમાં રમાશે
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 102 ટેસ્ટ મેચ રમાઇ છે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર- ગાવાસ્કર ટ્રોફીની પહેલી મેચ નાગપુરમાં આજથી શરૂ થશે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ભારત જો મેચ જીતે તો તે ફાઇનલમાં પહોંચી શકે તેમ છે. જોકે બીજી તરફ ઓસ્ટ્રેલિયા પણ મેચ જીતવા માટે એડીચોટીનુ જોર લગાવશે. ભારતીય સમય અનુસાર નાગપુરની ટેસ્ટ મેચ આજે સવારે સાડા નવ વાગે શરૂ થશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં 102 ટેસ્ટ મેચ રમાઇ છે જેમાં ભારત 30 જ્યારે ઓસ્ટ્રેલિયા 43 ટેસ્ટ મેચ જીત્યુ છે. જોકે ઓસ્ટ્રેલિયા સામે સતત જોથી શ્રેણી જીતવાના ઇરાદા સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે.
