ભારત-ઓસ્ટ્રેલિયાની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહેલી ઈનિંગમાં 177 રન પર ઓલઆઉટ
Live TV
-
લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેલા રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર કમબેક કરતા પાંચ વિકેટ લીધી હતી
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નાગપુરમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં પહેલો દિવસ ઘણો રમોચાંક રહ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીની બોલિંગે તરખાટ મચાવતા 177 રનો પર ઓસ્ટ્રેલિયાની ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ઈજાના લીધે ઘણા લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહેલા રવિન્દ્ર જાડેજાએ ધમાકેદાર કમબેક કરતા પાંચ વિકેટ લીધી હતી, જ્યારે મોહમ્મદ શમીએ પણ 3 વિકેટ લીધી હતી, જેના પરિણામે 177 રન પર ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાની અર્ધસદી ફટકારી છે. પહેલા દિવસના અંતે ટીમે 77 રન પર એક વિકેટ ગુમાવી હતી. 56 રન સાથે રોહિત શર્મા મેદાન પર છે અને તેનો સાથ રવિચંદ્રન અશ્વિન આપી રહ્યો છે. ભારતે પોતાની પહેલી વિકેટ કેએલ રાહુલની ગુમાવી હતી, જેણે 20 રન બનાવ્યા હતા.
