બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે, રોહિત શર્માના 120 સાથે ભારતના 7 વિકેટે 321 રન
Live TV
-
નાગપુરમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચાર મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં આજે બીજા દિવસે, રોહિત શર્માના 120 તથા રવિન્દ્ર જાડેજાના 66 અને અક્ષર પટેલના 52 રન દ્વારા, ભારતે 144 રનની લીડ મેળવી છે. ભારતે પ્રથમ ઇનિંગમાં આજે રમત દરમિયાન 7 વિકેટે 321 રન બનાવ્યા છે. ગઈકાલે ઓસ્ટ્રેલિયાના સુકાની પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જાડેજાની પાંચ વિકેટે ઓસ્ટ્રેલીયાને 177 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
