આજથી અંડર- 17 મહિલા વિશ્વકપનો પ્રારંભ થશે
Live TV
-
આજથી અંડર- 17 મહિલા વિશ્વકપનો પ્રારંભ થઇ રહ્યો છે. ભુવનેશ્નરમા કલિંગા સ્ટેડિયમમાં ફિફા ટુર્નામેન્ટની શરૂઆત થશે. યજમાન ભારતની અમેરિકા સાથે ટુર્નામેન્ટની પ્રથમ મેચ રમાશે. ભારત ઉપરાંત મોરકકો અને તાન્ઝાનિયા પણ પ્રથમ વખત વર્લ્ડ કપ અંડર- 17 મહિલા ટુર્નામેન્ટ રમી રહ્યા છે. ઓડિશા, ગોવા અને નવી મુંબઇમાં ચાર ગ્રુપમાં વહેંચાયેલી 16 ટીમ ભાગ લઇ રહી છે. આ પછી 14 ઓક્ટોબરે ભારતની બીજી મેચ મોરોક્કો સામે અને 17 ઓક્ટોબરે ત્રીજી મેચ બ્રાઝિલ સામે થશે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી છે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ નવી મુંબઈ અને ગોવામાં યોજાશે.
