Skip to main content
Settings Settings for Dark

રાજ્યના શૌર્યજીત ખરે મલ્લખંભની વ્યક્તિગત ઈવેન્ટમાં કાસ્યચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો

Live TV

X
  • રાજ્યના શૌર્યજીત ખરેએ રાષ્ટ્રીય રમતોત્સવની અમદાવાદમાં રમાયેલી મલ્લખંભની વ્યક્તિગત ઈવેન્ટમાં કાસ્યચંદ્રક જીતીને ઈતિહાસ રચ્યો છે. સૌથી નાની વયે મલ્લખંભ સ્પર્ધામાં ચંદ્રક જીતવાનું બહુમાન મેળવ્યું છે. આ જ સ્પર્ધામાં મહારાષ્ટ્રની રૂપાલી ગંગવણે, અક્ષય તરલ અને સુભાંકર ખાવલે 3 સુવર્ણ ચંદ્રકો જીત્યા છે. રાજકોટમાં પુરૂષોના વિભાગની હોકીની આજે રમાનારી ફાઈનલ મેચમાં કર્ણાટક અને ઉત્તરપ્રદેશ રમશે. ગઈકાલે રમાયેલી સેમીફાઈનલમાં ઉત્તરપ્રદેશે મહારાષ્ટ્રને 3-2થી જ્યારે બીજી સેમિફાઈનલમાં કર્ણાટકે હરિયાણાને 3-1 ગોલથી પરાજય આપ્યો હતો. પુરુષોના વિભાગની સોફ્ટબોલ સ્પર્ધામાં મહારાષ્ટ્ર અને મહિલાઓના વિભાગમાં પંજાબની ટીમે ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. બોક્સિંગમાં સુમિત કુંડુ, જમુના બોરો અને સંજીતે અલગ અલગ વજન જૂથમાં ચંદ્રકો સુનિશ્ચિત કર્યા છે.અત્યાર સુધી 53 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 115 ચંદ્રકો મેળવીને સર્વિસિસની ટીમ પ્રથમ, 34 સુવર્ણ ચંદ્રકો સાથે મહારાષ્ટ્ર બીજા સ્થાને અને 32 સુવર્ણ ચંદ્રક સાથે હરિયાણા ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply