ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાનો 7 વિકેટે વિજય, મોહંમદ સિરાજ અને શ્રેયસ ઐયર મેચના હીરો
Live TV
-
રાંચીમાં ગઇકાલે રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી વન-ડે મેચ માં ભારતે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે શ્રેણીમાં ભારતીય ક્રિકેટ ટીમે 1-1 થી બરોબરી કરી છે. બન્ને ટીમ વચ્ચે રમાયેલ રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગમાં સાત વિકેટે 278 રન બનાવ્યાં હતાં. જેના જવાબમાં ભારતે ત્રણ વિકેટ ગુમાવીને 45 પોઇન્ટ 5 ઓવરે જીત મેળવી હતી. ભારત તરફથી મોહંમદ સિરાજે ત્રણ વિકેટ જ્યારે શ્રેયસ ઐયરે અણનમ 113 રન બનાવ્યાં હતાં. જ્યારે ઇશાન કિશને 93 રનનું યોગદાન આપ્યું હતું. આ શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ 11 ઓકટોબરે દિલ્હીમાં રમાશે.
