હોકી ઈન્ડિયાએ સુલ્તાન ઑફ જોહર કપ 2022 માટે જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી
Live TV
-
22 ઑક્ટોબરે જોહર બહરુમાં શરૂ થનાર સુલ્તાન ઑફ જોહર કપ 2022 માટે ઈન્ડિયન ફુ઼ટબોલ હોકી ઈન્ડિયા એ 18 સભ્યોની ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમની જાહેરાત કરી છે.
આ વર્ષે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા, જાપાન, દક્ષિણ આફ્રિકા, યજમાન મલેશિયા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગ્રેટ બ્રિટન સામે ટકરાશે. ટીમે 2019ની આવૃત્તિમાં સિલ્વર મેડલ સાથે તેમના અભિયાનનો અંત કર્યો હતો.
ટીમની કપ્તાની ઉત્તમ સિંહ કરશે. બોબી સિંહ ધામીને ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ગોલકીપર મોહિત એચએસ અને અંકિત મલિક, ડિફેન્ડર અમીર અલી, શારદાનંદ તિવારી, રોહિત, અમનદીપ લાકરા, સિરિલ લુગુન, મિડફિલ્ડર વિષ્ણુકાંત સિંહ, રાજીન્દર સિંહ, અંકિત પાલ, પૂવન્ના સીબી, અમનદીપ અને જોન્સન પૂર્થીની પસંદગી કરવામાં આવી છે.
ભારત પ્રથમ દિવસે 22 ઑક્ટોબરે મલેશિયા સામે ટકરાશે અને ત્યારબાદ 23 ઑક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામેની મેચ રમશે. બાદમાં ભારતનો મુકાબલો 25 ઓક્ટોબરે જાપાન સામે થશે અને ત્યારબાદ 26 ના રોજ ઑસ્ટ્રેલિયા સામે મુકાબલો થશે. તેઓ 28મી ઑક્ટોબરે ગ્રેટ બ્રિટન સામે ટકરાશે જ્યારે ફાઈનલ 29 ઑક્ટોબરના રોજ યોજાશે.
