ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રાંચીમાં મેચ રમાશે
Live TV
-
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી વનડે ક્રિકેટ મેચ આજે રાંચીમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે. લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતનો પરાજય થયો હતો. બીજી અને ત્રીજી મેચ માટે દીપક ચહરના સ્થાને વોશિંગ્ટન સુંદરને લેવામાં આવ્યો છે. દીપક ચહર પીઠની ઈજાને કારણે ટીમની બહાર છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 11મી ઓક્ટોબરે નવી દિલ્હીમાં રમાશે.
