Skip to main content
Settings Settings for Dark

36મી નેશનલ ગેમ્સમાં ટ્રાયથલોન વુમન્સમાં પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીત્યો

Live TV

X
  • 36મી નેશનલ ગેમ્સમાં ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે. જેમાં ટ્રાયથલોન વુમન્સમાં પ્રજ્ઞા મોહને ગોલ્ડ મેડલ જીતી લીધો છે. બીજી બાજુ સ્વિમિંગની 100 મીટર ફ્રી સ્ટાઈલ મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતની માના પટેલે સિલ્વર મેડલ જીત્યો છે. ગોલ્ડ મેડલ આસામની શિવાંગી શર્માએ પોતાના નામે કર્યો હતો. જ્યારે 100 મીટર બ્રેસ્ટ સ્ટ્રોક્ હીટ્સમાં કર્ણાટકના લિકિથ એસપીએ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો. તમિલનાડુના એસ દાનુષને સિલ્વર અને કેરળના અનુપને કાંસ્ય મેડલ મળ્યો હતો.

    નેશનલ ગેમ્સમાં સ્વિમિંગ સ્પર્ધામાં કર્ણાટક રાજ્યએ સૌથી વધુ 19 ગોલ્ડ, 8 સિલ્વર અને 12 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ જીત્યા છે. કેરળે બીજા ક્રમે 5 ગોલ્ડ અને સર્વિસિસની ટીમે 4 ગોલ્ડ જીત્યા છે. ગુજરાતની ટીમે 3 ગોલ્ડ, 5 સિલ્વર અને 2 બ્રોન્ઝ સાથે કુલ 10 મેડલ જીત્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply