Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય રમતોત્સવમાં બી.સાઈ.પ્રણીત અને આકર્ષી કશ્યપે બેડમીન્ટનમાં સીંગલ્સના ખીતાબ જીત્યા

Live TV

X
  • ગુજરાતમાં રમાઈ રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં બી.સાઈ. પ્રણીત અને આકર્ષી કશ્યપે બેડમીન્ટનમાં સીંગલ્સના ખીતાબ જીત્યા છે. સાઇ પ્રણીતે - કર્ણાટકના મિથુન મંજુનાથને પરાજય આપીને પુરૂષોની સીંગલ્સનો જયારે આકર્ષી કશ્યપે - મહારાષ્ટ્રની માલવીકા બનસોડને પરાજય આપી મહિલાઓના સીંગલ્સનો ખીતાબ જીતી લીધો છે. તેલંગણાએ બેડમિન્ટનમાં સીંગલ્સ, મીક્સ ડબલ્સ અને મહિલા ડબલ્સની સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મેળવ્યા છે. તિરંદાજીમાં પંજાબની સીમરન કૌરે રીકર્વ રાઉન્ડ જીતીને કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે. ભાવનગરમાં રમાયેલી બાસ્કેટબોલ સ્પર્ધામાં તેલંગણાએ તમિલનાડુને 67 - 62થી હરાવીને સુવર્ણચંદ્રક જીત્યો છે. ગાંધીનગરમાં લોવલીના બોર્ગોહેન જસ્મીન લંબોરીયા અને મહંમદ હુસામુદ્દીને અલગ અલગ જૂથમાં બોકસીંગમાં વિજય મેળવીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અત્યાર સુધી 41 સુવર્ણચંદ્રક, 29 રજત અને 26 કાંસ્ય ચંદ્રકો મળી કુલ 96 ચંદ્રકો સાથે સર્વિસેસની ટીમ મોખરે છે. 29 સુવર્ણ સહિત 72 ચંદ્રકો સાથે હરિયાણા બીજા અને 24 સુવર્ણ સહિત 93 ચંદ્રકો સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply