ગુજરાતમાં રમાઇ રહેલા રાષ્ટ્રીય રમતોત્સવમાં લશ્કરી ટીમ 40 સુવર્ણ ચંદ્રક સાથે કુલ 89 ચંદ્રકો જીતીને પ્રથમ સ્થાને
Live TV
-
ગુજરાતમાં રમાઈ રહેલા રાષ્ટ્ર રમતોત્સવમાં સર્વિસેસની ટીમ 40 સુવર્ણ ચંદ્રક, 25 રજત ચંદ્રક અને 24 કાંસ્ય ચંદ્રક સાથે કુલ 89 ચંદ્રકો જીતીને અત્યાર સુધી પ્રથમ સ્થાને રહી છે. એવી જ રીતે 25 સુવર્ણ ચંદ્રક સહિત 66 ચંદ્રકો મેળવીને હરિયાણા બીજા સ્થાને જ્યારે 24 સુવર્ણ ચંદ્રક સહિત 88 ચંદ્રકો સાથે મહારાષ્ટ્ર ત્રીજા સ્થાને છે. આજે યોજાયેલી મહિલાઓની તિરંદાજી સ્પર્ધાના રિકર્વ રાઉન્ડમાં પંજાબની સીમરનજીત કૌરે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. સ્વિમિંગમાં કેરળના સાજન પ્રકાશે પુરૂષોના વિભાગે 200 મીટર બટરફ્લાય સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જ સ્પર્ધામાં આસામના વિક્રમ ચંગમીએ રજત ચંદ્રક અને બંગાળના સાનુ દેવનાથે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા.
