ફિફા અંડર 17 મહિલા ફુટબોલ વિશ્વ કપનો ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઇકાલે સાંજે આરંભ
Live TV
-
ફિફા અંડર 17 મહિલા ફુટબોલ વિશ્વ કપનો ઓડિશાના ભુવનેશ્વર ખાતે ગઇકાલે સાંજે આરંભ થયો છે. ભારત તેની પ્રારંભિક મેચમાં અમેરિકા સામે 8-0 થી હારનો સામનો કરવો પડયો હતો. આ પહેલા અન્ય એક મેચમાં બ્રાઝીલ એ મોરકકોને 1-0 થી હાર આપી હતી. ભારત તેની આગામી મેચ શુક્રવારે 14 ઓકટોબરે મોરોકકો સામે તેમજ 17મી ઓકટોબરે સોમવારે બ્રાઝીલ સામે રમશે. બધી જ મેચ કલિંગા સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે રમાશે. ભારત ઉપરાંત મોરકકો અને તાન્ઝાનિયા પણ પ્રથમ વખત વર્લ્ડ કપ અંડર- 17 મહિલા ટુર્નામેન્ટ રમી રહ્યા છે. ઓડિશા, ગોવા અને નવી મુંબઇમાં ચાર ગ્રુપમાં વહેંચાયેલી 16 ટીમ ભાગ લઇ રહી છે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ ભુવનેશ્વરના કલિંગા સ્ટેડિયમમાં આયોજિત કરવામાં આવી છે. જ્યારે બાકીની ટુર્નામેન્ટ નવી મુંબઈ અને ગોવામાં યોજાશે.
