આજથી દિલ્હીમાં ઇન્ડિયા ઓપન-2022 બેડમિન્ટન ટુર્નામેન્ટની થઇ રહી છે શરુઆત
Live TV
-
આજથી રાજધાની દિલ્હીમાં ઇન્ડિયા ઓપન-2022 બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત થઇ રહી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા કિદામ્બી શ્રીકાંત, પુરૂષ વર્ગમાં તેમજ પી.વી સિન્ધુ, મહિલા વર્ગમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. વિશ્વ ચેમ્પીયનશીપમાં ઉપ વિજેતા રહેલ શ્રીકાંત આવુ જ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરશે. શ્રીકાંતને ટુનામેન્ટમાં ટોચનો અગ્રતાક્રમ આપવામાં આવ્યો છે. વિશ્વ ચેમ્પીયનશીપની ફાઇનલમાં શ્રીકાંતને હરાવનાર સીંગાપુરના લીંગ કી વ્યું આ સ્પર્ધામાં ભાગ લઇ રહ્યાં છે. મહિલા સિંગલમાં પી.વી સિંધુ વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઇચ્છે છે. જોકે શ્રીકાંતની તુલનામાં તેની સામેની ફાઇટ સરળ છે. આ ટુર્નામેન્ટમાં સાઇના નેહવાલ થાઇલેન્ડની ગુસાનેન ઓન બાંગરુન, અને સિંગાપુરની જીયામીન યોહ અગ્રતાક્રમ ખેલાડીઓમાં સામેલ છે.
