આજથી ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપનો પ્રારંભ
Live TV
-
આજથી ભુવનેશ્વરમાં મેન્સ હોકી વર્લ્ડ કપનો પ્રારંભ, શરૂઆતની મેચમાં આર્જેન્ટિના અને દક્ષિણ આફ્રિકા આમને-સામને
ઓડિશામાં આજથી 15મા હોકી વિશ્વકપનો આરંભ થશે. 17 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લઇ રહી છે. 29 જાન્યુઆરીએ ફાઇનલ મેચ યોજાશે. 16 ટીમને 4 -4ના જૂથમાં વહેંચવામાં આવી છે. આજે ભારત અને સ્પેનની ટીમ ટકરાશે. ભારતીય ટીમ 1975માં અજિતપાલસિંહના નેતૃત્વમાં ચેમ્પિયન બની હતી.
ઓડિશામાં આજથી FIH મેન્સ હોકી વર્લ્ડ કપની મેચો શરૂ થઈ રહી છે. ભુવનેશ્વરના કાલિન્કા સ્ટેડિયમમાં ઓપનિંગ મેચમાં આર્જેન્ટિનાનો સામનો દક્ષિણ આફ્રિકા સામે થશે.
ભારત આજે સ્પેન સામે ટકરાશે. આ સિવાય ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આમને-સામને થશે.
