Skip to main content
Settings Settings for Dark

ભારતે બીજી વનડેમાં શ્રીલંકાને 4 વિકેટથી હરાવ્યું, 2-0 થી ODI શ્રેણી જીતી

Live TV

X
  • ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી વનડે શ્રેણીની બીજી મેચ આજે કોલકત્તાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાયો હતો. ભારત બીજી વનડે જીતીને સીરીઝ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી હતી જ્યારે શ્રીલંકા વળતો પ્રહાર કરવા મેદાનમાં ઉતરી હતી. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોના તરખાટના કરાણે શ્રીલંકાની ટીમ માત્ર 215 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી સીરાજ અને કુલદીપ યાદવે 3-3 વિકેટ ઝડપી હતી. તો બીજી તરફ ઉમરાન મલીક 2 વિકેટ જ્યારે એક્ષર પટેલ 1 વિકેટ લેવામાં સફળ થયો હતો. શ્રીલંકા ટીમ તરફથી સૌથી વધુ 50 રન નુવાનીડુ ફર્નાન્ડોએ નોંધાવ્યા હતા. 

    ત્યાર બાદ 216 રન ચેઝ કરવા મેદને ઉતરેલી ભારતીય ટીમના મોટા માથાઓ સસ્તામાં સમેટાય ગયા હતા. જેને કારણે આસાનીથી જીતી શકાય તેવી આ મેચ એક સમયે ભારત માટે જીતવી મુશ્કેલ બનતી જતી હતી. પરંતુ ત્યાર બાદ કે.એલ. રાહુલેની 64 રનની આક્રમકતાથી રમીને ભારતને જીત અપાવી હતી. આ સાથે જ ભારત ત્રણ વનડે મેચોની આ શ્રણીને પોતાના નામે કરી છે. હવે પછીની ત્રીજી મેચ શ્રીલંકા અને ભારત માટે માત્ર ઓપચારીક મેચ બની રહેવાની છે. આ મેચની જીત સાથે જ વનડે મેચોની રેન્કીગમાં ન્યુઝીલેન્ડ ને પાછળ રાખીને પ્રથમ ક્રમે પહોચી છે. આ શ્રેણી વર્લ્ડ કપ સુપર લીગનો એક ભાગ હતો. આપને જણાવી દઈએ કે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ODI વર્લ્ડ કપ ભારતમાં યોજાવા જઈ રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply