Skip to main content
Settings Settings for Dark

Hockey World Cup 2023: પ્રથમ મેચમાં ભારતે સ્પેનને 2-0થી હરાવ્યું

Live TV

X
  • FIH પુરુષોની હોકી વિશ્વકપમાં રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે ભારતે સ્પેનને ર-શૂન્ય થી પરાજય આપ્યો છે. ભારતના વાઇસ કેપ્ટન અમિત રોદિદાસે પહેલો ગોલ કર્યા બાદ હાર્દિક સિંહે બીજો ગોલ કરી ભારતની જીતને આસાન બનાવી દીધી હતી. અગાઉ રમાયેલી અન્ય મેચોમાં ઇગ્લેન્ડે વેલ્સને પ-શૂન્યથી અને ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને ૮-શૂન્યથી તેમની પ્રથમ પુલ મેચમાં હાર આપી હતી.

    FIH પુરુષોની હોકી વિશ્વકપમાં રાઉરકેલાના બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ખાતે ભારતે સ્પેનને ર-શૂન્ય થી પરાજય આપ્યો છે. ભારતના વાઇસ કેપ્ટન અમિત રોદિદાસે પહેલો ગોલ કર્યા બાદ હાર્દિક સિંહે બીજો ગોલ કરી ભારતની જીતને આસાન બનાવી દીધી હતી. અગાઉ રમાયેલી અન્ય મેચોમાં ઇગ્લેન્ડે વેલ્સને પ-શૂન્યથી અને ઓસ્ટ્રેલિયાએ ફ્રાન્સને ૮-શૂન્યથી તેમની પ્રથમ પુલ મેચમાં હાર આપી હતી.

    ભારતના ઓડિશામાં હોકી વર્લ્ડ કપની મેચો ચાલી રહી છે. આજે ભારતીય ટીમ ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચ રમવા ઉતરી હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયા સામે સ્પેનની ટીમ હતી. તો બીજી તરફ, ભારતે આ મેચમાં સ્પેનને 2-0થી હરાવ્યું હતું. ભારત માટે સ્થાનિક ખેલાડી અમિત રોહિદાસે ગોલ કર્યો હતો. આ ઉપરાંત હાર્દિક સિંહે ભારત માટે બીજો ગોલ કર્યો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાઉરકેલાના બિરસા મુંડા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. ભારતીય ટીમ પૂલ-ડીમાં છે. ભારત અને સ્પેન ઉપરાંત ઈંગ્લેન્ડ અને વેલ્સ પણ આ પૂલમાં છે.

    ભારતીય ટીમઃ
    પીઆર શ્રીજેશ, કૃષ્ણા પાઠક, જરમનપ્રીત સિંહ, સુરેન્દ્ર કુમાર, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), વરુણ કુમાર, અમિત રોહિદાસ (વા.કેપ્ટન), નીલમ સંજીપ સેસ, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા, શમશેર સિંહ, વિવેક સાગર પ્રસાદ, આકાશદીપ સિંહ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, અભિષેક, સુખજિત સિંહ

    સ્પેનની ટીમઃ
    એન્ડ્રીયાસ રફી, અલેજાન્દ્રો એલોન્સો, સીઝર ક્યુરીલ, ઝેવી ગિસ્પર્ટ, બોર્જા લાકાલે, અલ્વારો ઇગ્લેસિયસ, ઇગ્નાસીયો રોડ્રિગ્ઝ, એનરિક ગોન્ઝાલેઝ, જેરાર્ડ ક્લેપ્સ, એન્ડ્રીયાસ રફી, જોર્ડી બોનાસ્ત્રે, જોકિન મેનિની, મારિયો ગારિન (જીકે), માર્કિન રેને, પેપે કુનીલ, માર્ક રિકન્સ, પાઉ કુનીલ, માર્ક વિઝકેનો
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply