આજથી યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ UEFA EURO 2020 નો થશે આરંભ
Live TV
-
રોમના સૌથી મોટા સ્પોર્ટ્સ ઇવેન્ટમાં પહેલો મુકાબલો તુર્કી અને ઇટાલી વચ્ચે થશે. 1960 થી દુનિયાભરમાં પ્રશંષકો માટે આ ફૂટબોલ ટુર્નામેન્ટ જાણીતી છે. આ વર્ષે પ્રથમ વખત ટુર્નામેન્ટની કુલ 51 મેચ યુરોપના 11 શહેરોમાં યોજાશે. 2020 યુરોપીય ફૂટબોલ ચેમ્પિયનશિપ કોરોના વાયરસના કારણે રદ કરવામાં આવી હતી પરંતુ, તેનું UEFA EURO 2020 નામ યાથવત રાખવામાં આવ્યું છે. વિવિધ દેશોમાં 11 જગ્યાએ યોજાનાર મેચોમાં કોવિડ 19 ના કારણે ખૂબ જ ઓછી સંખ્યામાં દર્શકો આ મેચ નિહાળી શકશે. ડેન્માર્કે ગુરુવારે માસ્કનો નિયમ હટાવવાની જાહેરાત કરી છે અને સાથે તે 25,000 દર્શકોને કોપેનહેગનમાં યોજાનાર આ મેચ નિહાળવાની અનુમતિ આપશે. ગૂગલે ડુડલ બનાવીને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી
