Skip to main content
Settings Settings for Dark

આજથી IPLનો પ્રારંભ, પ્રથમ મેચમાં ગુજરાત અને ચેન્નઇ ટકરાશે

Live TV

X
  • ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી આવૃત્તિનો આજથી રંગેચંગે પ્રારંભ થશે. IPLનો ઉદ્ઘાટન સમારોહ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. વર્ષ 2018 પછી પહેલી વખત એવું થશે જ્યારે IPL માટે ઉદ્ઘાટન સમારોહ યોજાશે. લીગની પહેલી મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સંભાળશે. તો આ વખતે 10 ટીમ વચ્ચે 52 દિવસ સુધી પ્લેઑફ સહિત કુલ 74 મેચ રમાશે. 

    ગુજરાત ટાઇટન્સની ટીમનો આઇપીએલમાં બહુ જુનો ઇતિહાસ નથી. ગયા વર્ષે ગુજરાતની ટીમે IPLમાં એન્ટ્રી કરી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે 2 મેચ રમાઈ હતી. હાર્દિક પંડ્યાની ટીમ આ બંને મેચ જીતવામાં સફળ રહી હતી. આ રીતે આંકડાઓના આધારે જોવામાં આવે તો ગુજરાતની ટીમ CSK પર ભારે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply